વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબીના રેલવે સ્ટેશન રોડે બે ડબલ સવારી બાઈક અથડાયા: ઇજાગ્રસ્ત ચાર યુવાન સારવારમાં


SHARE













મોરબીના રેલવે સ્ટેશન રોડે બે ડબલ સવારી બાઈક અથડાયા: ઇજાગ્રસ્ત ચાર યુવાન સારવારમાં

મોરબીના વીસી હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર બે ડબલ સવારી બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને બે બાઈક ઉપર જતાં ચાર યુવાનોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વીસી હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર ગઈકાલે બે ડબલ સવારી બાઇક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતના આ બનાવવામાં રમઝાન ઉસ્માન મકરાણી (૨૯), મહેબૂબ ઈબ્રાહીમ બેલીમ (૪૮) રહે. બંને સોની તલાવડી તાલુકો ધાંગધ્રા વાળા અને સર્વજિતકુમાર રામ (૧૮) અને મહમદઉમર રફીક કચ્છી (૨૩) રહે. બંને ધર્મરાજ બકસર બિહાર વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા ચારેય યુવાનોને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતના આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી લેવાનું જાણવા મળે છે

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા શૈલેષ છનાભાઇ બથવાર (૨૭) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

બાઈલ સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા મોરબીના વનાળીયા ગામે રહેતા નારણભાઈ શામજીભાઈ વિલપરા (૬૦) નામના વૃદ્ધનું બાઈક ગૌશાળા પાસે સ્લીપ થઈ ગયું હતું જેથી નારણભાઈને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીમાં આવેલ ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારીયા ચલાવી રહ્યા છે






Latest News