રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા પાસે રહેતા પરિવારના ચાર વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના ખેવારીયા પાસે રહેતા પરિવારના ચાર વર્ષના બાળકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ પાસે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના ચાર વર્ષના બાળકને તાણ આંચકી ઉપડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ પાસે રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ મેડાના ચાર વર્ષના દીકરા સુભાષને તાણ આંચકી ઉપડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ચલાવી રહ્યા છે

વૃધ્ધનું મોત

મોરબીના વાઘપરા શેરી નં-૧ માં રહેતા સામતભાઈ રવાભાઈ ડાંગર જાતે બોરીચા (૫૮) પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની આડોશી પાડોશી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ પાસેથી મળતી માહિતી મુજબ વૃદ્ધ એકલા રેતા હોય બે ત્રણ દિવસથી દેખતા ન હતા અને ઘરમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવતા વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું




Latest News