રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની માહિતી અપલોડ ન કરનારા હોટલના સંચાલક સામે ગુનો નોંધયો


SHARE









મોરબીમાં પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની માહિતી અપલોડ ન કરનારા હોટલના સંચાલક સામે ગુનો નોંધયો

મોરબી શહેર અને જિલ્લામાં આવેલ હોટલ અને રેસ્ટોરન્ટમાં બહારથી આવતા પ્રવાસીઓ અને મુસાફરોની માહિતી પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવા માટે થઈને જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ કેટલાક હોટલના ધંધાર્થીઓ દ્વારા તેમાં માહિતી અપલોડ કરવામાં આવતી નથી જેથી કરીને હવે આવા બેદરકાર હોટલના સંચાલકો સામે ગુના નોંધવાબુ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ હોટલના સંચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં વિશ્વ કક્ષાના સીરામીક ઉદ્યોગ સહિતના નાના-મોટા ઉદ્યોગો અને ખેતીવાડીમાં રોજગારી મેળવવા માટે થઈને મોટી સંખ્યામાં બીજા જિલ્લા અને રાજ્યમાંથી લોકો આવતા હોય છે તેમજ માલ સામાનની ખરીદી માટે વેપારીઓ પણ આવતા હોય છે ત્યારે બહારથી આવતા તમામ લોકોની યાદી હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા રાખવામાં આવે તે માટે થઈને થોડા દિવસો પહેલા મોરબી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પથિક સોફ્ટવેરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં રોકાયેલા મુસાફરો અને પ્રવાસીઓ અંગેની તમામ માહિતી અપલોડ કરવા માટેની સૂચના આપવામાં આવી છે તેમ છતાં પણ આ જાહેરનામાની અમલવારી ઘણી જગ્યાએ ન કરવામાં આવતી હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું દરમિયાન મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કનૈયા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ખાતે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે તેના સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને માહિતી અપલોડ કરવામાં આવી હતી જેથી કરીને આ બેદરકાર હોટલના સંચાલક માનાભાઈ કેસરાભાઈ રબારી (૨૩) રહે. હાલ રેલવે સ્ટેશન રોડ કનૈયા હોટલ મૂળ રહે. રબારીવાસ તગા ગામ તાલુકો રાપર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News