રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાથી સગીરનું અપહરણ કરનારા આરોપીને ઝડપી પડ્યો


SHARE









મોરબીમાંથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા અને સગીરાને શોધી કાઢવા તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા.૫-૪ ના સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ મુજબ ગુનો નોંધીને આરોપી કરણ દિનેશભાઇ સોમાણી રહે. મોટા દહીંસરા તાલુકો માળીયા મીંયાણા વાળાને પકડવા માટે તજવીજ ચાલુ હતી અને હાલમાં મોરબી બી ડિવિઝન પીઆઈ પી.એ.દેકાવાડીયા અને તેના સ્ટાફ દ્વારા આરોપી કરણ દિનેશભાઇ સોમાણી જાતે કોળી (૨૦) રહે. મોટા દહીંસરા વાળાની ધરપકડ કરેલ છે અનેયાજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

પરણીતા સારવારમાં
મોરબીના માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતી જાન્વીબેન જીગરભાઈ હિંડોચા નામની ૨૩ વર્ષીય નવોઢા તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો આઠ માસનો હોય પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ માળિયા પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં બે યુવાનોને ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા એટોપ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં મિત મહેન્દ્રભાઈ પટેલ (૨૦) રહે.સરાયા તા.ટંકારા તેમજ ધાર્મિક મનહરભાઈ પટેલ (૨૧) રહે.સરાયા તા.ટંકારા વાળાઓને ઇજા પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ સંદર્ભે એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ વાગડિયાએ તપાસ કરી હતી.

યુવાન સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલા કિર્તી પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પંચાસર ગામે રહેતા જયદીપ કાંતિભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News