રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે યુવાન-તેના મિત્ર ઉપર હુમલો કરી વાહનમાં તોડફોડ કરનારા બે શખ્સની ધરપકડ


SHARE









મોરબીના મકનસર ગામે યુવાન-તેના મિત્ર ઉપર હુમલો કરી વાહનમાં તોડફોડ કરનારા બે શખ્સની ધરપકડ

મોરબીના મકનસર ગામે ગાળો બોલવાની બાબતે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાન અને તેના મિત્ર ઉપર કુહાડી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે પાનના ગલ્લા પાસે મકનસર ગામમાં રહેતો નીતિન પરમાર તથા તેના મળતીયા બોલેરો કારમાં આવ્યા હતા અને બોલેરો ચડાવી દેવાની વાત નશાની હાલતમાં કરતા હતા અને ગાળો બોલતા હતા ત્યાર બાદ કિશનભાઇ અને તુલસીભાઈ રફાળેશ્વરથી મકનસર તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભાવેશ ગુલાબભાઈ મુછડીયા (૧૮) રહે.રફાળેશ્વર વાળોને ઇજા થયેલ હતી અને જેથી તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ ભાવેશ ગુલાબભાઈ મુછડીયાએ હુમલો, મારા મારી અને વાહનમાં નુકશાન અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નીતિન પરમાર અને પ્રકાશ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હાલમાં આરોપી નીતિન ઉર્ફે બેરો વાલજીભાઇ પરમાર (૨૭) અને પ્રકાશ વાલજીભાઇ પરમાર (૨૪) રહે. બને મકનસર ગામ વાળની તપાસનીસ અધિકારી જે.પી. પટેલે ધરપકડ કરેલ છે

લિક્વિડ પી જતાં સારવારમાં

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા કાળુભાઈ ઉર્ફે છગનભાઈ ગોરાભાઈ મકવાણા (૫૨) પોતાના ઘરેથી તેના જુના ઘરે બૌદ્ધનગરમાં જતા હતા ત્યારે ભૂલથી ઘરમાં પોતા મારવા માટે ઉપયોગમાં લેવામાં આવતું લિક્વિડ પી જતા તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News