મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં સખી મંડળને મળી સરકાર દ્વારા રૂપિયા ૩.૫૦ લાખની સીસી લોન


SHARE









મોરબીમાં સખી મંડળને મળી સરકાર દ્વારા રૂપિયા ૩.૫૦ લાખની સીસી લોન

આજની નારી ઘરની સાથો સાથ વ્યસાયને પણ કુશળતાપૂર્વક ચલાવી જાણે છે. તે પોતાની આવડત અનુસાર રોજગારી ઉભી કરી ઘરમાં આર્થિકરૂપે મદદગાર સાબિત થઇ છે. આવી સ્ત્રીઓ માટે ખાસ સરકારે સખી NLRM ની યોજના બનાવી છે. જેમાં સરકાર દ્વારા રોજગારી શરૂ કરવા માટે મહિલાઓને લોન સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. આ યોજના થકી અનેક  સ્ત્રીઓ પોતાના સખી મંડળ બનાવી પોતાની શક્તિ અનુસાર અન્ય સ્ત્રીઓને પણ રોજગારી આપી રહી છે. આ સખી મંડળમાં ઓછામાં ઓછી કુલ ૧૦ સ્ત્રીઓને જોડવાનું રહે છે.

NLRM ની યોજના હેઠળ મોરબી તાલુકાના બગથળા ગામનાં સખી મંડળના એક સખી મનીષાબેન પટેલ કહે છે કે, મારા સખી મંડળનું નામ દેવ મિશન મંગલમ જૂથ છે, જેમાં અમે કુલ ૧૦ સખીઓ જોડાયેલા છીએ. અમને સરકારશ્રી તરફથી રૂપિયા ૩,૫૦,૦૦૦ ની સી.સી. લોન મળી છે. જેમાંથી અમે ગૃહ ઉદ્યોગ અને લેધરબેગનો વ્યવસાય કરીએ છીએ ઉપરાંત અમે સખી સંઘ મંડળ પણ બનાવ્યું છે જેમાં અમને રૂપિયા ૨૧,૦૦,૦૦૦ સી.આઇ.એફ. ફંડ તરીકે મળેલ છે. આ રકમમાંથી અમે પશુપાલન, ખેતી, લેધર બેગ, કટલેરીની દુકાન અને ફરસાણની દુકાન વગેરે વ્યવસાય કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ






Latest News