મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલ વૃદ્ધ સારવારમાં


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલ વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધના બાઇકને ટ્રક ચાલાકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધને ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ તાહેરઅલી પતરાવાલા નામના ૬૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીક નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઇકની સાથે ટ્રક અથડાવ્યો હતો જે બનાવમાં તેમને ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા થતા યુવાન-મહિલા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ બ્લુઝોન વિટ્રીફાઇડ નામના સિરામિક યુનિટમાં મજાક મસ્તીમાં અજાણ્યા ઈશમોની સાથે ઝઘડો થયા બાદ માથા અને ખભાના ભાગે ઇજાઓ થતાં મંજીતકુમાર નામના ૨૪ વર્ષેના મજુર યુવાનને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ સાયોના સિરામિકના લેબર કવાટરમાં રહેતા ભારતીબેન અજયભાઈ સોલંકી નામની ૩૫ વર્ષીય મહિલાને લેબર કવાટરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવારમાં લઈ જવાયા હતા જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા સંજય વિનોદભાઈ નામના ૩૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો સારવાર બાદ તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે પોતે બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇક સાથે કૂતરું અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

બાળકી સારવારમાં

મોરબીના ટંકારા ખાતે આવેલ આવેલ ગુંજન પ્લાસ્ટિક નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની લક્ષ્મીબેન બાલુભાઈ ડામોર નામની ચાર વર્ષની બાળકી કારખાના નજીક રમી રહી હતી અને ત્યાં કચરામાંથી કોઈ અજાણી દવા ખાઈ જતા તેણીને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની સિવિલમાં લાવવામાં આવી હતી.બનાવ અંગે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News