મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પડી જતા સગીરા સારવારમાં


SHARE









મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પડી જતા સગીરા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક નજીકના કાંતિનગર વિસ્તારમાં રહેતી સગીરા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને ચક્કર આવતા પહેલા માળેથી નીચે પડી જતા ઇજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગરમાં રહેતી સાનિયાબેન પ્રવીણભાઈ નામની ૧૫ વર્ષની સગીરા તેના ઘરે હતી ત્યારે ચક્કર આવતા પહેલા માળેથી નીચે પડી ગઈ હતી જેથી ઇજા થતા તેણીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી. બનાવને પગલે જાણ થતા હાલ બી ડિવિઝનના જે.જે.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે લાલબાગની દિવાલ પાસે તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ નાસ્તા બજારમાં એસિડ પી જતાં દેવુબેન નવઘણભાઈ જખાણીયા જાતે દેવીપુજક (ઉમર ૨૦) રહે.શક્તિપરા નવાપરા વાંકાનેર ને સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના નવી ટીંબડી ગામે રહેતા અજય  કરશનભાઈ મોરવાડિયા નામના ૩૧ વર્ષના યુવાનને માળિયા હાઇવે ઉપર આવેલ ઓેએસીસ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહંમદ બીલાલ અન્સારી (૫૩) અને રાહુલ મુન્ના અન્સારી (૧૮) રહે.બંને બિહાર વાળાઓને ઇજાઓ થતા બંનેને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર નજીક આવેલ રામકુવા પાસે મારામારીનો બનાવ બન્યો હતો તે મારામારીના બનાવમાં નવઘણ પ્રાણજીવન પીપળીયા (૧૮) રહે.રફાળેશ્વર તા.મોરબી વાળાને ઇજા પહોંચતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે

બાળકને ઈજા

મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૧૮ માં રહેતા યશ જયેશભાઈ ડાભી નામના આઠ વર્ષના બાળકને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચીને પોલીસે તપાસ કરતાં સામે આવ્યુ હતુ કે વાવડી રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસેથી તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો તે દરમિયાનમાં ત્યાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં યશને ઈજા પહોંચતા અત્રે સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.




Latest News