હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર નજીક પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિનો હુમલો


SHARE







વાંકાનેરના વરડુસર નજીક પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિનો હુમલો

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં ખરાબામાં પાણીનો ડાર કરાવતા બે યુવાન ઉપર મહિલા સહિત ચાર વ્યક્તિ દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ઢીકાપાટુ અને છૂટા પથ્થરના ઘા કરીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા અને ખેતી કામ કરતા મોમભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ (૩૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજાભાઈ હીરાભાઈ ડાભી, વેજીબેન હીરાભાઈ ડાભી, વિશાલ હીરાભાઈ ડાભી અને મહેશ હીરાભાઈ ડાભી રહે. બધા વરડુસર ગામ ધોરા સગો માર્ગ ઉપર આવેલ વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેરથી રાજગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર ધોરો સગો માર્ગ પર આવેલ ખરાબાની જગ્યામાં ફરિયાદી મોમભાઇ તથા રણજીતભાઈ પાણીનો ડાર કરાવી રહ્યા હતા અને ત્યાં ઉભા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ભૂંડા બોલી ગાળો બોલી હતી અને ત્યારબાદ રાજાભાઈ હીરાભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા હાથમાં મારમારીને ઈજા કરી હતી અને માથામાં પણ માર માર્યો હતો. તેમજ અન્ય આરોપીઓએ ઢીકાપાટુ મારમારીને પથ્થરના છુટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ફરિયાદી મોમભાઈ તથા રણજીતભાઈને ઈજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ મોમભાઈ ડાભીએ હાલમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News