હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢની ઘટનામાં આરોપીઓને કડક સજાની માંગ


SHARE







વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢની ઘટનામાં આરોપીઓને કડક સજાની માંગ

વાંકાનેર ઠાકોર સેના અને સમાજે જૂનાગઢમાં જે ઘટના બની છે તેને ઠાકોર સેનાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને વાંકાનેર મામલતદાર અને મોરબી કલેક્ટરને આવેદન આપી સમાજની દીકરી ઉપર હેવાનીયત ભર્યું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે વાંકાનેર ઠાકોર સેના  અને સમાજે કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર નરાધમોએ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચરી સળગાવી નાખી નિર્મમ હત્યા કરી નાખી હતી. જેમાં મુખ્ય આરોપી સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો સહિતના આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય આ આરોપીઓ ધાર્મિક અને રાજકીય ઓથ ધરવતા હોય તેથી રાજકીય ઓથ મળે તેવી ભીતિ હોય સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આ બનાવની તસથ તપાસ કરી જઘન્ય કૃત્ય કરનાર આવા નરાધનોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.






Latest News