હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ત્રણ યુવાનોના મોત નિપજાવનાર કાળમુખા ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં ત્રણ યુવાનોના મોત નિપજાવનાર કાળમુખા ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર હશનપરના બ્રીજ પાસેથી ત્રાપિલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું ત્યારે તેને ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક ચાલક સહિત ત્રણેય યુવાનોના મોત નિપજ્યાં હતા જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીના લેડગાઉના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાનાં બંધુનગર ગામ પાસે આવેલ વેરોના સિરામિક ખાતે રહેતા રાકેશભાઇ ભવરસિંગ મેળા જાતે અનુ.જનજાતી (૨૮) એ ટ્રક નં. જીજે ૧૨ એક્સ ૩૯૪૫ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર હશનપરના બ્રીજ પાસે તા.૩ ના રોજ રાતે આઠ વાગ્યે તેનો નાનો ભાઈ અંકિતભાઇ ભવરસિંગ મેળા જાતે અનુ.જનજાતી (૨૮) રહે. હાલ વેરોના સીરામીક બંધુનગર મૂળ લેડગાઉ (એમપી), તેના સાળા અનીલભાઇ રમેશભાઇ રાવત રહે. હાલ વેરોના સીરામીક મુળ ગામ ચચરીયા (એમપી) તથા સુભાષભાઇ તેરસિંગભાઇ ડાવર રહે. હાલ હાલ વેરોના સીરામીક મૂળ ડાવર ફળીયા અજના (એમપી) વાળા બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે અંકિતભાઇ બાઇક નંબર જીજે ૩૬ ઇ ૦૮૭૨ વાળુ ચલાવતો હતો અને તેના સાળાઓ પાછળ બેઠા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક બેદરકારીથી ચલાવીને ફરીયાદીના નાના ભાઈ સહિતના ત્રણેય જે બાઇક ઉપર જતાં હતા તે બાઇકને હડફેટે લીધું હતું જેથી બાઇક સહિત ત્રણેય યુવાન ફંગોળાઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં જેમાં ફરિયાદીનો ભાઈ તેમજ બંને સાળાના મોત નિપજ્યાં હતા જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૨૭૯, ૩૦૪(અ), એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News