મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીલુડી ગામ પાસેથી ૨૩ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીના પીલુડી ગામ પાસેથી ૨૩ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકાના પીલુડી ગામના પાદર પાસેથી પસાર થઈ રહેલ નંબર પ્લેટ વગરના બાઇકને રોકીને પોલીસ ચેક કરતા બાઇક ચાલક પાસેથી દારૂની ૨૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને બાઈક મળીને ૩૮૬૪૫ ની કિંમતનો મુદામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી તાલુકાના પીલુડી ગામના પાદરમાંથી નંબર પ્લેટ વગરનું બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે પોલીસની ટીમ દ્વારા તે બાઇકને રોકવામાં આવ્યું હતું અને બાઈક ચાલકને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ૨૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૬૨૫ ની કિંમતની દારૂની બોટલો તેમજ ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૩૮,૬૨૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરલે છે અને બાઈક ચાલક તખુભા પથુભા ઝાલા (૫૩) રહે. પીલુડી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે

દેશીદારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એલસીબીની ટીમ દ્વારા ૧૪૦ લિટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને ૨૮૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે જોકે, આ દારૂનો જથ્થો સુખદેવભાઈ બચુભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ વાળાનો હોવાનું સામે આવ્યું છે અને તે સ્થળ ઉપર હાજર ન હોવાથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ફરિયાદ નોંધને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News