મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સંભવિત મહાપાલિકામાં ભળવા ધુનડા, વીરપર અને રાજપર ગામનો ઇનકાર


SHARE









મોરબીમાં સંભવિત મહાપાલિકામાં ભળવા ધુનડા, વીરપર અને રાજપર ગામનો ઇનકાર

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે અને તેના માટે સરપંચો સાથે થોડા સમય પહેલા અધિકારી અને પદાધિકારીની મિટિંગ પણ મળી હતી ત્યારે સરપંચોએ ગ્રામસભાનો ઠરાવ કરીને જે નિર્ણય હશે તેની જાણ કરશે તેવું કહ્યું હતું ત્યારે મોરબી નજીકના ધુનડા (સ.), ટંકારના વીરપર અને મોરબીના રાજપર ગામ દ્વારા મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં આવવાનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, જુદાજુદા ગામોમાં ગ્રામસભા મળી હતી. જેમાં ગ્રામજનોએ ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં ભેળવવા અંગે શું નિર્ણય કરવો તેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને ત્યારે ગામના લોકોએ મહાપાલિકામાં જવાનો વિરોધ નોંધાવ્યો હતો અને જે અંગેના ઠરાવની જાણ અધિકારી અને પદાધિકારીએ બંનેને કરી દેવામાં આવેલ છે




Latest News