મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનું કનેકશન હોય તેને પાણીપત્રકમાં ચડાવો : ચંદુભાઇ શીહોરા


SHARE









મોરબીમાં જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનું કનેકશન હોય તેને પાણીપત્રકમાં ચડાવો : ચંદુભાઇ શીહોરા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જિલ્લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરતા જણાવેલ છે કે, અમાર ધ્યાને આવ્યા મુજબ વર્ષ ૨૦૦૧ પછીથી અને ઉપરી કચેરીના આદેશથી પાણીના બોર, પાણીની મોટર અને પાણીનું કનેકશન પાણી પત્રકમાં ન ચડાવવાનો આદેશ થયેલ છે.જેના કારણે જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર અને પાણીનુ કનેકશન હોય અને પાક ધિરાણ લીધેલ હોય અને ચાલુ પાક ધીરાણે ઉકત બાબતો પાણી પત્રકમાં ન ચડાવવાના કારણોસર ટીસીઆર કરાવવું પડે છે અને ટીસીઆર કરવવા માટે ખેડૂતોને વકીલનો ખર્ચ ટ, ૭/૧૨ કઢાવવા તેમજ બેન્કોના ધક્કા ખાવા પડે છે જેથી ખેડૂતોના સમયનો તો વ્યર્થ થાય જ છે આર્થીક બોજો પણ સહન કરવો પડે છે.

તેથી જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો બોર, પાણીની મોટર હોય તેવા ખેડૂતોનો સમય વ્યર્થ ન થાય અને આર્થીક બોજો સહન ન કરવો પડે તે માટે તેવા ખેડૂતોની ખરાઇ કરાવીને ઉકત બાબતો પાણી પત્રકમાં ચડાવવા માટેનો આદેશ કલેકટર કક્ષાએથી કરવામાં આવે અને તે આદેશની લગત વિભાગને સૂચના આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ છગનભાઇ શિહોરાએ કરેલ છે.




Latest News