મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં NDRF-SDRF ની એક-એક અને વીજ કંપનીની 56 ટીમો તૈયાર: આજે મંત્રી કનુભાઈ દેસાઇ નવલખી બંદરે પહોચશે


SHARE









મોરબી જીલ્લામાં NDRF-SDRF ની એક-એક અને વીજ કંપનીની 56 ટીમો તૈયાર: આજે મંત્રી કનુભાઈ દેસાઇ નવલખી બંદરે પહોચશે

રાજયના હવામાન વિભાગ દ્વારા છેલ્લે જે આગાહી કરવામાં આવી છે તે મુજબ છ જિલ્લાઓમાં વાવાઝોડું મોટા પ્રમાણમાં અસર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અને ભારે પવન, ભારે વરસાદની શક્યતાઓ છે તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈને મુકવામાં આવ્યા હોય તેઓની મોદી રાતે મોરબી આવી ગયા હતા અને ત્યારે ધારાસભ્યો અને કલેક્ટર સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરવામાં આવી હતી અને આજે સવારે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જુદીજુદી બે બેઠક રાખવામાં આવી છે તે પૂરી થયા પછી મંત્રી અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે આજે નવલખી બંદરે અને દરિયાકાંઠાના ગામોમાં જવાના છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને જોઈએ તો દરિયાકાંઠાના છ જિલ્લાઓમાં બીપરજોય વાવાઝોડું અસર કરશે જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લાના નવલખી બંદરે તમામ કામગીરી બંધ કરવા માટેની સૂચનાઓ પણ અપાઈ ગઈ છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓ માટે થઈને મંત્રીને મુકવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા માટે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને જવાબદારી સોપવામાં આવી છે જેથી તેઓ રાતે સાડા બાર વાગ્યે મોરબીના સર્કિટ હાઉસે આવ્યા હતા ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે કલેક્ટર દ્વારા જીલ્લામાં કરવામાં આવેલ કમગિરિની મંત્રીને માહિતી આપવામાં આવી હતી

જેમાં કલેકટરે મંત્રીને જણાવ્યુ હતું કે, જીલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફ ની ટીમ આપવામાં આવી છે તેમજ પવનના લીધે વીજ પુરવઠાને અસર થાય તેમ છે જેથી કરીને કુલ મળીને ૫૬ ટીમો જેમાં ૪૫૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ થાય છે તેને તૈયાર રાખવામા આવેલ છે તેમજ દરિયાકાંઠાના ગામોમાં લોકોને જયારે સૂચના આપવામાં આવે ત્યારે તાત્કાલિક ત્યાંથી સલામત સ્થળે જવા માટે કહેવામા આવ્યું છે અને તેના માટેની રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા પણ કરી લેવામાં આવેલ છે આજે સવારે સાડા દસ વાગ્યે મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર સહિતના તમામ જવાબદાર વિભાગના અધિકારીઓ અને જુદાજુદા એસો. સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

છેલ્લા દિવસોથી વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવીને તેની સમીક્ષા કરવામાં આવશે તેમજ આગામી તારીખ ૧૪ અને ૧૫ ના રોજ ભારે પવન અને ભારે વરસાદ તેમજ વાવાઝોડું કચ્છ જિલ્લામાં જમીન સાથે અથડાઇ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તેની અસર મોરબી જિલ્લાને પણ મોટા પ્રમાણમાં થાય તેવુ હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને તાત્કાલિકના ધોરણે કયા પગલાં લેવાની જરૂર છે તેની પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ મંત્રી નવલખી બંદરે અને દરિયાકાંઠા ના ગામના લોકોની મુકાલત કરવાના છે




Latest News