મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના સિરામિક, પેપરમિલ સહિતના ઉધોગમાં ઉત્પાદન-પ્રોસેસિંગ ઉપર પ્રતિબંધ


SHARE









મોરબી જીલ્લાના સિરામિક, પેપરમિલ સહિતના ઉધોગમાં ઉત્પાદન-પ્રોસેસિંગ ઉપર પ્રતિબંધ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ  જાહેરનામું કરવામાં આવ્યુ છે જેમા જિલ્લામાં આવેલ સીરામીક, પેપર મિલ, પેકેજીંગ સહિતના ઉદ્યોગોમાં ઉત્પાદન અને પ્રોસેસિંગની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મુકાયો છે અને બીજો હુકમ ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવામાં આદેશ કરેલ છે

મોરબીમાં વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગોમાં હજારો લોકો કામ કરતા હોય છે દરમિયાન વાવાઝોડામાં ભારે પવન કે વરસાદના કારણે કોઈ જાનહાની કે કોઈને ઈજા ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સીરામીક સહિતના કારખાનાઓની અંદર કાચા માલ અને પાકા માલના લોડીંગ અનલોડીંગ અને ટ્રાન્સપોર્ટેશન ઉપર પ્રતિબંધ, ફેક્ટરીના છાપરાના રીપેરીંગ કામ અને મેન્ટેનન્સ કામ ઉપર પ્રતિબંધ, કારખાનાઓમાં મજૂરો અને તેના પરિવારજનોની બિનસલામત સ્થળે અવર-જવર ઉપર પ્રતિબંધ અને તમામ પ્રકારના ઉત્પાદન અને પ્રોસેસિંગની કામગીરી ઉપર પ્રતિબંધ અને તારીખ 12 થી બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે




Latest News