હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE







વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા પાસે આવેલ વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે ઇમતેખાબભાઈ હાજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો દીકરો રાજમોહન શ્રવણભાઈ માનકર જાતે માલવી આદિવાસી ત્યાં વાડીમાં આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ તેના બોડીને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના મુકેશભાઈ વાસાણી ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ ફેઝન વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સાધુભાઈ ભગવાનસિંહ બારેલા (30) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News