હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમલગ્નનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરનારા યુગલ સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં પ્રેમલગ્નનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરનારા યુગલ સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ મોટા ભોજપરા ગામે રહેતા યુવાનની દીકરીને ભગાડી ગયેલા શખ્સે તેની સાથે પ્રેમ લગ્ન કર્યાનું બોગસ લગ્ન નોંધણી પ્રમાણપત્ર બનાવ્યું હતું અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી યુવતીના પિતા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીને ભગાડી જનાર શખ્સ તથા તેની પોતાની દીકરીની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૬૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મોટા ભોજપરા ખાતે રહેતા હુસેનભાઇ ઉસ્માનભાઈ કડીવાર જાતે મોમીન (૪૨)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણા જાતે કોળી રહે. નવા મકનસર તથા જસ્મીનબેન હુસેનભાઇ કડીવાર (ફરિયાદીની દીકરી) રહે. મૂળ મોટા ભોજપરા વાંકાનેર હાલ રહે. નવા મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તેઓની દીકરી જસ્મીનબેન કડીવારને આરોપી પ્રકાશ ગંગારામ મકવાણા ભગાડી ગયો હતો અને ત્યારબાદ પ્રકાશ અને તેની દીકરી જસ્મીને ભડકોદર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ગ્રામ પંચાયત કચેરીનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર લગ્ન કરવાના હેતુથી ખોટું બનાવીને તેમાં ખોટા સહી સિક્કા કરી તે પ્રમાણપત્રનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને હાલમાં જસ્મીનબેનના પિતા હુસેનભાઇ ઉસ્માનભાઈ કડીવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News