હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ


SHARE







વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે ટોલ પ્લાઝા આવેલ છે અને છેલ્લા ૧૫ વર્ષથી ટોલનાકાનું સંચાલન કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તેને બદલીને હવે બીજા કોન્ટ્રાક્ટને કામ પીને ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ હવે ટેક્ષ લેવા માટેની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે જો એજન્સીની બદલીને આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાનું શરૂ કરવામાં આવશે તો મોટી માથાકૂટ થવાના એંધાણ છે.

છેલ્લા પંદર વર્ષથી વઘાસિયા ગામના અને વાંકાનેર તાલુકા કરણી સેના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ઝાલા ટોલ પ્લાઝાનું સંચાલન કરતા હતા જેથી આસપાસના ગામના વાહન ચાલકો માટે કોઈ ટેક્ષ લેવામાં આવતો નથી અને સૌથી મોટી વાતે છે કે કોઈ વિવાદ નથી અને સારી રીતે કામ ચાલી રહ્યું છે તો પણ નવી એજન્સીને કામ આપીને પંદર વર્ષથી નિર્વિવાદિત કામ કરનારા રાજેન્દ્રસિંહ ઝાલાની બદલે બીજાને કામ આપવામાં આવશે તો નવાજૂની થવાની શક્યતા છે કેમ કે, ટોલ પ્લાઝાની આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ ટેક્સ વસુલવા માટે એજન્સી બદલાવવાની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતની ગંધ ગામના લોકોને આવી ગયેલ છે અને ગામના વાહન ચળકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જો એજન્સી બદલાશે કે પછી ટેક્સ લેવાનુ શરૂ કરવામાં આવશે તો ટોલનાકા ઉપર ભવિષ્યમાં મોટી માથાકૂટ થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને જે કંપની દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તે પહેલા હાલમાં જે એજન્સી દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે તે પણ જરૂરી છે






Latest News