આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતને પાણીનો ટાંકો બનાવવા સરકાર ૯.૮૦ લાખની સહાય આપી


SHARE













મોરબી જીલ્લામાં ખેડૂતને પાણીનો ટાંકો બનાવવા સરકાર ૯.૮૦ લાખની સહાય આપી

રાજ્યના ખેડૂતો ખેતીના પાકોનું વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ખેડૂતોના ખેતરના પાકોને  અનિયમિત વરસાદના નુકશાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી રાજ્યના પિયત હેઠળના વિસ્તારને વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને વધારવા અને ખેડૂતોમાં સામાજિક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે જૂથમાં/વ્યક્તિગત ટાંકા બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામમાં ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજનાના લાભાર્થી રસુલભાઈ હબીબભાઈ વડાવિયા જણાવે છે કે, “ભૂગર્ભ પાણીના ટાંકાની મદદથી એક જ જગ્યાએથી મોટા વિસ્તારમાં પિયત આપી શકીએ છીએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને વધુ વિસ્તારમાં પિયત પાકોનું વાવેતર કરી શકીએ છીએ. ભૂગર્ભ પાણીના ટાંકામાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીનો બગાડ અટકાવી શકીએ છીએ અને ભૂગર્ભ પાણીના ટાંકાની મદદથી બોરના ગરમ પાણીને ઠંડુ કરી પિયત આપવાથી પાકને સારો ફાયદો થાય છે. આ સિવાય રાત્રે પિયત આપવાના બદલે બોર કે કૂવામાંથી પાણી લઈ પાણી ટાંકામાં એકઠું કરીને દિવસ દરમિયાન પણ પિયત આપી શકીએ છીએ. આ સહાય અંતર્ગત મને રૂ. ૧,૦૬,૫૭૫ ની સહાય મળી છે આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડુતે વ્યક્તિગત અથવા તો બે કે તેથી વધુ ખેડૂતોનું જુથ બનાવી પોતના જ ખેતરમાં પાણીનો ટાંકો બનાવવાનો રહે છે. જે માટે જે-તે ખેડૂતે I-Khedut પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહે છે. યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટર અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટર ક્ષમતાવાળા આર.સી.સીના પાણીના ટાંકાનો સમાવેશ કરવાનો રહે છે. આ યોજના લાભ હેઠળ ખેડૂતને ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછા હોય તે ચુકવવામાં આવે છે.






Latest News