મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી


SHARE









મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા છે જેથી કરીને લોકોએ ગ્રામ પંચાયત કચેરીએ જઈને બઘડાટી બોલાવી હતી અને સમયસર તેમજ પૂરતા પ્રમાણમા પાણી આપવાની માંગ કરી હતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરમાં પાણીના ધાંધીયા છે જેની વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો ગ્રામ પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં તલાટી મંત્રી સમક્ષ પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમા આપવા માટેની માંગ કરી હતી હાલમાં પાણી ન મળતું હોવાથી અઢી હજાર જેટલા લોકો હેરાન છે જો કે, અગાઉ જે લાઇન માંથી પાણી આવતું હતું તે નિયમિત રીતે આવતું હતું જો કે, હાલમાં જે લાઇન માંથી પાણી આપવામાં આવે છે તેમાંથી પાણી જ આવતું નથી જેથી લોકો હેરાન છે ત્યારે ગ્રામ પંચાયતના તલાટીમંત્રીએ કહ્યું હતું કે, ગામમાં હાલમાં વસ્તીની સામે ૧૦ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. તેની સામે માત્ર ૪ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે 




Latest News