મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

મોરબી બાગાયતી ખેડુતોને ટ્રેકટર માઉન્ટેડ,ઓપરેટેડ સ્પ્રેયર-ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ખરીદી માટે સહાય મળશે


SHARE







મોરબી બાગાયતી ખેડુતોને ટ્રેકટર માઉન્ટેડ,ઓપરેટેડ સ્પ્રેયર-ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ખરીદી માટે સહાય મળશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેકટર માઉન્ટેડ, ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ), ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ઘટકમાં સરકારનાં બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર ખેડુત ખાતેદારને  ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા મહતમ રૂા.૫૦,૦૦૦ ની મર્યાદામાં સહાય અને નાના, સિમાંત તથા મહિલા ખેડૂત ખાતેદારોને ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા મહતમ રૂા.૬૩,૦૦૦ ની મર્યાદામાં સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે. આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા.૩૦-૯-૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર ૧૮ ઉપર અરજી કરીને અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટીમંત્રીનો દાખલો વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.






Latest News