હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરિયા ગામે માલિકીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પડતાં વૃદ્ધને માલધારીએ માર માર્યો


SHARE







વાંકાનેરના લુણસરિયા ગામે માલિકીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પડતાં વૃદ્ધને માલધારીએ માર માર્યો

વાંકાનેર નજીક લુણસરિયા ગામની સીમમાં આવેલ માલિકીની વિડીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને વૃદ્ધને ગાળો આપીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેને ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે રહેતા દોલતસિંહ અમરસિંહ ઝાલા જાતે દરબાર (૬૧) એ હાલમાં લુણસરિયા ગામે રહેતા ધારાભાઈ કુકાભાઈ ટોટાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લુણસરિયા ગામની સીમમાં તેઓની માલિકીની જમીન આવેલ છે અને તે વિડીની જમીનમાં આરોપી ધારાભાઈ ટોટાનો દીકરો ધવલ માલઢોર ગાય અને ભેંસ ચરાવતો હતો જેથી તેને વીડીમાં માલ ઢોર ચરાવવાની ના પાડી હતી જેથી તે ત્યાંથી તેના માલઢોર લઈને નીકળી ગયો હતો જો કે, અડધા કલાક પછી ધારાભાઈ કુકાભાઈ ટોટા ત્યાં આવ્યા હતા અને માલઢોર ચરાવવાની ના પાડી તે બાબતનો ખાર રાખીને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ લાકડી વડે વૃદ્ધને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ધારાભાઈ કુકાભાઈ ટોટા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News