મોરબી લાયન્સ કલબ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
મોરબી સીરામીક એસો.ના હોદેદારો મુખ્યમંત્રી-મંત્રીઓને શુભકામના પાઠવવા ગાંધીનગર પહોચ્યા
SHARE









મોરબી સીરામીક એસો.ના હોદેદારો મુખ્યમંત્રી-મંત્રીઓને શુભકામના પાઠવવા ગાંધીનગર પહોચ્યા
તાજેતરમાં ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળ્યો છે ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને સિરામિક ઉદ્યોગકારો મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી હર્ષભાઈ સંઘવી, રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ અરવિંદભાઈ રૈયાણી બ્રિજેશભાઈ મેરજા સહિતનાઓને રૂબરૂ મળીને મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, કિરીટભાઈ ઓગણજા, મુકેશભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ભાડજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, માજી પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા, અનિલભાઈ વડાવિયા, મનોજભાઇ પટેલ, નિલેષભાઈ રાણસરિયા, સતિષભાઇ બોપલિયા સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ તેમજ મોરબી બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કરિયા પણ તેઓની સાથે જોડાયા હતા
