મોરબી જીલ્લામાં મતદાન મથકની નજીકના વિસ્તારમાં પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ
વાંકાનેરની ભાટીયા સોસાયટી બાદ હવે મહિકાના ગ્રામજનોમાં સર્વીસ રોડ મુદ્દે રોષ !: હાઈવે ઓથોરિટી નિંદ્રાધીન
SHARE
વાંકાનેરની ભાટીયા સોસાયટી બાદ હવે મહિકાના ગ્રામજનોમાં સર્વીસ રોડ મુદ્દે રોષ !: હાઈવે ઓથોરિટી નિંદ્રાધીન
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ભાટીયા સોસાયટી નાં પ્રવેશ દ્વાર સમા અંડર બ્રીજમાં લાંબા સમયથી ગંદા પાણીના પ્રશ્ન મુદ્દે લતાવાસીઓ દ્વારા થોડા સમય પૂર્વે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી ત્યાર બાદ ગઈ કાલે મહિકા નાં ગ્રામજનો દ્વારા સર્વીસ રોડનાં અધૂરા કામ મુદ્દે થોડીવાર માટે નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
માત્ર સર્વીસ રોડનાં અધૂરા કામ જેવી સામાન્ય બાબતે પણ લોકોને આંદોલનો કરવા પડે છે અને તેમ છતાં હાઈ વે ઓથોરિટી તંત્ર નિભર બની તમાશો જોયા કરે છે! વાંકાનેર તાલુકાનાં મહિકા ગામ પાસે સર્વીસ રોડનું કામ અધૂરું મૂકી દેવાતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યાં છે અને આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં હાઈ વે ઓથોરિટી દ્વારા કોઈપણ કારણોસર આ કામ પુરૂ ન કરાતા, ગઈકાલે ગ્રામજનો માર્ગ પર ઉતરી આવ્યા હતાં અને ટ્રાફિકથી ધમધમતો નેશનલ હાઈવે થોડીવાર માટે ચક્કાજામ કરી દીધો હતો ત્યારે સર્વીસ રોડ જેવા સામાન્ય કામ મુદ્દે પણ લોકોને આંદોલનો કરવા પડે છે ! તેમ છતાં નિભર હાઈવે ઓથોરિટી તંત્ર માત્ર તમાશો જોયા કરે છે! ત્યારે આ મુદ્દે વધુ કોઈ આંદોલનો થાય તે પહેલાં આ મુદ્દે કાયમી નિવારણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.