હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું


SHARE







રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું

ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સંસદો માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવામાં આવ્યા હતા તે ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તે ત્રણ પૈકીના એક મોરબી જિલ્લાના વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા છે ત્યારે તેઓએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતાની સાથે જ તેઓ પ્રથમ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચાયા હતા અને મહાદેવજીનું પૂજન અર્ચન કરીને મહાદેવજીને શીશ ઝુકાવ્યું હતું અને ભવિષ્યમાં સારામાં સારા લોક ઉપયોગી કામ તેમના માધ્યમથી થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના પિતાનું અવસાન થયા બાદ તેમની રાજતિલક વિધિનો પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે પણ આ કાર્યક્રમની શરૂઆત પ્રથમ દિવસે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરીને કરવામાં આવી હતી ત્યારબાદ રાજતિલક વિધિ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા અને હાલમાં પણ તેઓ જ્યારે રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે જાહેર થઈ ગયા છે ત્યારે સર્વપ્રથમ તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના આશીર્વાદ લીધા હતા ત્યારે તેઓના ધર્મપત્ની પણ ત્યાં તેઓની સાથે હાજર રહ્યા હતા






Latest News