મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”
મોરબીમાં જુદાજુદા અકસ્માત બનાવોમાં ચારને ઈજા
SHARE









મોરબીમાં જુદાજુદા અકસ્માત બનાવોમાં ચારને ઈજા
મોરબીમાં જુદીજુદી જગ્યાઓએ ચાર વાહન અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારાના ભરવાડવાસમાં રહેતી રાજલબેન દેવાભાઈ પોલાભાઈ ઝાપડા જાતે ભરવાડ નામની ઓગણીસ વર્ષીય યુવતી બાઈકની પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે રસ્તામાં બાઇકની આડે ગાય આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા રાજલબેન ઝાપડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતી રીટાબેન દલપતભાઈ ચાવડા નામની એકવીસ વર્ષીય યુવતીને અહિંના રામચોક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં રીટાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા.
તેમજ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા લાખુભા મહોબ્બતસિંહ ઝાલા નામના ૫૮ વર્ષિય આધેડ લીલાપર રોડ ઉપર રામદેવપીર મંદિર નજીકથી જતા હતા ત્યારે તેમના બાઇકના આડે પણ ઓચિંતી ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા લાખુભા ઝાલાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ અવધ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા જીવરાજભાઈ શિવલાલભાઈ ફૂલતરીયા નામના ૫૬ વર્ષીય આધેડ જેલ રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક તેમના બાઈકની આડે પણ ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જીવરાજભાઈ ફુલતરીયાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.
અત્રે નોંધનીય છે કે શહેરમાં મોટાભાગના ટુ-વ્હીલરના થતા વાહન અકસ્માતો રસ્તા ઉપર રઝળતા ઢોરના લીધે થતા હોય મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રઝડતા ધણીયાતા ઢોર માટે તેના માલીક પાસેથી નિયમાનુસાર દંડ વસુલવામાં આવે અને નધણીયયાતા ઢોરને પકડીને ડબ્બે પૂરવામાં આવે અથવા પાંજરાપોળમાં મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
