મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કોર્ટના કર્મચારીને ધમકી આપવાના ગુનામાં હવે કારખાનેદારના દીકરાની ધરપકડ


SHARE













મોરબીમાં કોર્ટના કર્મચારીને ધમકી આપવાના ગુનામાં હવે કારખાનેદારના દીકરાની ધરપકડ

મોરબીના લાલબાગમાં આવેલ એડી.સિવિલ કોર્ટના બેલીફ મેક્સ ગ્રેનાઈટો નામના કારખાનામાં મિલકત જપ્તીના વોરંટની બજવણી માટે સહેદોની સાથે ગયા હતા ત્યારે કારખાનેદારે કોર્ટના કર્મચારીને અપમાનજનક શબ્દો કહીને ફરજમાં રૂકાવટ કરી હતી જેની ફરિયાદ આધારે અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં કારખાનેદારના દીકરાની ધરપકડ કરવામા આવેલ છે

મોરબી નજીકના ભરતનગર ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા અને મોરબીની એડી. સિવિલ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા ભગીરથભાઈ વીરજીભાઈ પાંચોટિયા જાતે પટેલ (૩૦) એ થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેક્સ ગ્રેનાઈટો કારખાના વાળા સુખદેવભાઈ પટેલની સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે દીવાની દરખાસ્ત નંબર ૨૦/૨૦૨૩ મુદ્દત તારીખ ૧૫/૬/૨૩ ના મિલકત જપ્તીના વોરંટની બજવણી અર્થે તા ૨/૬/૨૦૨૩ ના રોજ વાદી કનકરાય બી. શેઠ અને દેવભાઈ ભાવેશભાઈ શેઠને સાથે હતા ત્યારે સુખદેવભાઈ પટેલે ફરિયાદી રાજ્ય સેવક છે તેમ જાણતા હોવા છતાં પણ તેને અપશબ્દો કહીને ગાળો આપી હતી અને સરકરી ફરજમાં રૂકાવટ કરી હતી અને તેના હાથમાં રહેલ કોર્ટનું અસલ વોરંટ જુટવીને ફાડી નાખ્યું હતું અને ધમકી આપી હતી જે ગુનામાં અગાઉ આરોપી સુખદેવભાઈ લાલજીભાઇ પટેલ અને અશોકભાઇ ત્રિભોવનભાઈ પટેલની ધરપકડ કરીને જમીન મુક્ત કર્યા હતા ત્યાર બાદ મોરબી તાલુકાનાં મહિલા પીએસઆઈ બી.એમ. બગડાએ રાજ સુખદેવભાઈ પટેલ (૨૮) રહે. ડ્રીમ પેલેસ રવાપર રોડ નરસંગ ટેકરી સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે હાલમાં જમીન મુક્ત થયેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા મહેન્દ્રભાઈ મહેશભાઈ સોલંકી નામના ૧૨ વર્ષના બાળકને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે થયેલ મારામારીના બનાવમાં કરણભા હઠુભા ગઢવી નામના ૩૦ વર્ષના યુવાનને ઇજા પહોંચી હતી જેથી તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તે બનાવ સંદર્ભ બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News