મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં જુગાર રમતા આઠ પૈકી પાંચની ધરપકડ, ત્રણ ફરાર : રોડકા રૂા.૧.૦૩ લાખ કબ્જે


SHARE













મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં જુગાર રમતા આઠ પૈકી પાંચની ધરપકડ, ત્રણ ફરાર : રોડકા રૂા.૧.૦૩ લાખ કબ્જે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે ત્રાજપર ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટના ડેલામાં આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમી રહેલા ૮ પૈકી ૫ ની રોકડા રૂા.૧,૦૩,૪૮૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ ઈસમો ભાગી છુટયા હોય હાલ આઠેયની સામે જુગારધારા મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના નરેન્દ્રભાઈ ગોસ્વામી, વિજયભાઈ ચાવડા, ભગવાનભાઈ ખટાણા, ઋતુરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ભરતભાઈ ખાંભરા, બ્રિજેશભાઈ બોરીચા સહીતનો સ્ટાફ રાઉન્ડમાં હતો દરમિયાનમાં સ્ટાફના વિજયભાઇ ચાવડા, ભગવાનભાઈ ખટાણા અને શક્તિસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે સ્ટાફે ઉપરી અધિકારીને વાકેફ કરીને રેડ કરી હતી અને ત્યારે ત્યાં મોરબીની ત્રાજપર ચોકડીથી વાંકાનેર જતા રસ્તે સર્વિસ રોડ ઉપર આવેલ રામકુવા વાળી શેરીમાં પેરેસીન મોટર ગેરેજની બાજુમાં આવેલ ટ્રાન્સપોર્ટના ડેલાના ગોડાઉનમાં તીનપતીનો જુગાર રમવા આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું અને ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી મનીષ ભોજાભાઇ ગોલતર જાતે ભરવાડ (૪૩) રહે.મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે ત્રાજપર ચોકડી પાસે, આરીફ હુસૈનભાઇ ચૌહાણ જાતે સંધિ (૩૨) રહે.ત્રાજપર, હિતેશ નાજાભાઇ ગોલતર જાતે ભરવાડ (૨૭) રહે.ત્રાજપર, નવઘણ મલ્લાભાઇ રાતડીયા જાતે ભરવાડ (૪૫) રહે.સોઓરડી અને યોગેશ ભુપતભાઇ વણપરા જાતે કોળી (૨૩) રહે.જુના ઘુંટુ રોડ પકડાઈ ગયા હતા અને તેઓના કબ્જામાંથી રોકડા રૂા.૧,૦૩,૪૮૦ જપ્ત કરવામાં આવ્યા હતા અને પોલીસને જોઈને સ્થળ ઉપરથી અજય કોળી રહે.ત્રાજપર, અજય ભરવાડ રહે.માધાપર અને કિશન ભરવાડ રહે.માધાપર ભાગી છુટયા હોય હાલ ઉપરોક્ત આઠેય ઇસમોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને ભાગી છુટેલા અજય કોળી, અજય ભરવાડ અને કિશન ભરવાડને પકડવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુવાનનું મોત

મોરબીના હરીપર (કેરાળા) ગામે આવેલ બાલાજી પ્લાસ્ટિકમાં રહીને મજૂરી કામ કરતો અને મૂળ દાહોદનો વતની અર્જુન મથુરભાઈ નલવાયા (ઉમર ૩૫) નામનો યુવાન તા.૨૫-૭ ના સવારે આઠેક વાગ્યે બાલાજી પ્લાસ્ટિકમાં હતો ત્યારે છાતીના ભાગે ગભરામણ થવા લાગતા તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં જોઈ તપાસીને ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો અને બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.મૃતક અર્જુન નલવાયા મૂળ દાહોદનો હતો અને અહીં પોતાના પત્ની સાથે રહીને બાલાજી પ્લાસ્ટિકમાં મજૂરી કામ કરતો હતો અને સંવતઃ હાર્ટ એટેકના લીધે તેનું મોત નિપજયુ હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના ભાગ્યોદય કારખાના પાછળના ભાગે રહેતા ધનજીભાઈ ટાભાભાઇ પરમાર (૪૫) અને કિરીટ ધનજીભાઈ પરમારને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ જનકપુરી સોસાયટી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતા બંનેને સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા જે અંગે હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાયેલી હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે






Latest News