મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર


SHARE









મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

મોરબી જિલ્લામાં હાલ ખરીફ પાકનું મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ  વાવેતર કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય પાકો કપાસ, મગફળી, તલ, દિવેલા, શાકભાજી તેમજ અન્ય પાકોમાં ગુવાર, તુવેર, સોયાબીન અને ઘાસચારોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં ડી.એ.પી., એસ.એસ.પી. અને એન.પી.કે. ખાતરનો ઉપયોગ કરતા હોય છે ઉપરાંત પૂર્તિ ખાતર તરીકે યુરીયાનો ઉપયોગ કરે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર પર રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં ડી.એ.પી- ૫૬૮૬.૩૫ , યુરિયા- ૩૭૭૧.૯૨ , એન.પી.કે.- ૭૪૨૦.૭૬ અને એસ.એસ.પી.- ૨૨૪૫.૩૬ મે.ટન ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત ખાતર ખરીદવા માટે ઇચ્છુક હોય તે ખેડૂતો ખાતરની ખરીદી શકશે. ખેડૂતોએ ખોટી અફવાઓથી ગેર માર્ગે ન દોરાતા જરૂરિયાત ખાતર ખરીદવું અને ખાતરનો નો ખોટો સંગ્રહ ટાળવો.

વધુમાં ખેડૂત ખાતેદારને જણાવવાનું કે રાસાયણિક ખાતરોના વિતરણની પદ્ધતિમાં પારદર્શિતા રાખવામાં આવશે ઉપરાંત ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોનાં ઔદ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતા પાસે ખાતરના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી મળી રહે, ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર ઉપ્લબ્ધ થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ. મશીનથી કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ રાસાયણિક ખાતરની ખરીદી સમયે પોતાનું આધારકાર્ડ અવશ્ય સાથે રાખવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News