હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક તાવની બીમારીમાં યુવતીનું મોત


SHARE







વાંકાનેરના માટેલ નજીક તાવની બીમારીમાં યુવતીનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમ વિસ્તારમાં આવેલ એડોરેશન સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની યુવતીને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હોવાથી ત્યાં સારવાર લીધી હતી જોકે તેનું મોત નીપજત્તા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલએ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમમાં એડોરેશન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના વતની આદિવાસી મજૂર પરિવારની સપનાબેન ઉર્ફે અનિતાબેન રામેશ્વરભાઇ મકવાણા નામની ૧૬ વર્ષીય સગીરાને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હતી.દરમિયાનમાં તેણીનું કોઈ કારણોસર મોત નીપજયુ હોવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસેરા લઈને પોલીસ દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાઈક સાથે બાઈક અથડાતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક રહેતો મુકેશભાઈ આંબાભાઈ પટેલ નામનો ૩૪ વર્ષીય યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીકથી નીકળ્યો હતો ત્યારે ત્યાં આવેલા ઓવર બ્રિજ નજીક તેનું બાઈક અન્ય બાઇક સાથે અથડાયું હતું જેથી તેને ઇજાઓ થતા અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોવાથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાય છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખારચીયા ગામે આવેલ વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો સંજય પર્વતરામસિંગ નાયકડા નામનો ૧૯ વર્ષનો યુવાન પોતાના પિતાની સાથે વાહનમાં જતો હતો ત્યારે ત્યાં ખારચીયા ગામ નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સંજય નાયકડાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હોય તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News