મોરબીમાં મમુદાઢીની હત્યાના ગુનામાં ઇમરાનભાઇ ઉર્ફે બોટલ સહિત વધુ પાંચ આરોપી પકડાયા
મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી માટે રોટેશન જાહેર
SHARE









મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી માટે રોટેશન જાહેર
મોરબી જીલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચ માટે આગામી ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની શકયતા છે ત્યારે ચુંટણી તંત્ર દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના સરપંચોની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે
આગામી ડિસેમ્બર મહીનામાં ગ્રામ પંચાયતોનાં સરપંચો માટેની ચુંટણી યોજાવાની શકયતા છે જેથી ચૂંટણી શાખા દ્વારા તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અને વિવિધ તાલુકાની ગ્રામ્ય પંચાયતોની અનામત બેઠકોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી સરપંચ બનવા ઈચ્છતા આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે હાલમાં જે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં સ્ત્રી અનામત, બક્ષીપંચ અનામત, જનરલ, ઓ.બી.સી. અનુ.જાતિ અનામત વિગેરેની માહિતી આપવામાં આવી છે અને રોટેશનનું લીસ્ટ જાહેર થતા ચુંટણી લડવા ઈચ્છતા આગેવાનોએ જોર લગાવવાનું શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સરપંચની ચૂંટણી પણ મહત્વની હોય છે. કેમ કે, ગામના વિકાસ માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.
