વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ
મોરબીમાં મમુદાઢીની હત્યાના ગુનામાં ઇમરાનભાઇ ઉર્ફે બોટલ સહિત વધુ પાંચ આરોપી પકડાયા
SHARE









મોરબીમાં મમુદાઢીની હત્યાના ગુનામાં ઇમરાનભાઇ ઉર્ફે બોટલ સહિત વધુ પાંચ આરોપી પકડાયા
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અગાઉ સુધીમાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે જે તમામ હાલમાં જેલ હવાલે છે ત્યારે આજે પોલીસે રાજકોટની ગોંડલ ચોકડી પાસેથી હત્યાના આ ચકચરી ગુનામાં વધુ ઈમરાન ઉર્ફે બોટલ સહિત વધુ પાંચ આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણીએ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી
જેના આધારે પોલીસે આરોપી અગાઉ ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયા અને રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે હાલમાં હત્યાના આ ગુનામાં એ ડિવિઝન પોલીસે ઇમરાનભાઇ ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા જાતે સંધી (ઉ ૩૭) રહે. કાલીકા પ્લોટ શીવ સોસાયટી શેરી નંબર ૧ મોરબી, અસ્લમ ઉર્ફે ટાવર અકબરભાઇ કલાડીયા જાતે ઘાંચી (ઉ ૩૯) રહે. વીશીપરા મદીના સોસાયટી રોયલ સ્કુલ પાસે મોરબી, રમીઝભાઇ હુશેનભાઇ ચાનીયા જાતે સંધી (ઉ ૨૬) રહે. કાલીકા પ્લોટ શેરી નંબર ૨ ઇન્ડીયા પાન સામે મોરબી, કૌશીક ઉર્ફે કવો રમેશચંન્દ્ર રામાનુજ જાતે બાવાજી (ઉ ૨૮) રહે. કબીર ટેકરી ચાનીયા જમાતખાના પાસે મોરબી અને સુનિલભાઇ ઉમેશભાઇ સોલંકી (ઉ ૨૯) રહે. ખોરાણા ગામ તાલુકો રાજકોટ વાળાની ગોંડલ ચોકડી પાસેથી ધરપકડ કરેલ છે
