મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેર અને માળિયા તાલુકામાં જુગારની ચાર રેડ: ૧૮ જુગારી ૯૪,૫૩૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE







વાંકાનેર અને માળિયા તાલુકામાં જુગારની ચાર રેડ: ૧૮ જુગારી ૯૪,૫૩૦ ના મુદામાલ સાથે પકડાયા

વાંકાનેર શહેર, તાલુકા અને માળિયા તાલુકામાં જુગારની જુદી જુદી ચાર રેડ કરવામાં આવી છે અને તેમાં સ્થળ ઉપરથી કુલ મળીને ૧૮ જુગારીઓને પકડવામાં આવ્યા છે અને આ જુગારીઓ પાસેથી પોલીસ દ્વારા કુલ મળીને ૯૪,૫૩૦ ની રોકડ કબજે કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર સામે મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કૈલાશભાઈ બટુકભાઈ ધરોલિયા (૩૩), વિજયભાઈ ચુનીલાલભાઈ ચારોલીયા (૩૩), કિશનભાઇ બટુકભાઈ ધરોલીયા (૧૯) અને ચુનીલાલ જીવાભાઈ ચારોલીયા (૭૨) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧૪૩૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ઓળ ગામે નવાપરામાં જૂના સ્મશાન પાસે જાહેરમાં શેરીમાં જુગાર રમતા હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા હર્ષદભાઈ કાળુભાઈ વિજવાડીયા (૨૮), અક્ષયભાઈ ગેલાભાઈ વિજવાડીયા (૨૨), સંજયભાઈ પ્રભુભાઈ કગથરા (૨૩) અને ગોપાલભાઈ ઘોઘાભાઈ સોરીયા (૨૫) રહે બધા ઓળ ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૨,૪૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા સરતાનપર ગામે રહેતા કાળુભાઈ શિવાભાઈ ફિસડિયાના ઘરની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી કાળુભાઈ શીવાભાઈ ફિસડિયા (૩૮), હરજીભાઈ રામભાઈ સિહોરા (૨૮), પરેશભાઈ લવજીભાઈ નાકિયા (૨૬) અને ગોપાલભાઈ જગાભાઈ ફિસડિયા (૨૩) રહે. બધા સરતાનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૩,૫૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં યુનિક પ્લાયવુડ કારખાનાની બાજુમાં ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવજીભાઈ સવજીભાઈ પરમાર (૪૦) રહે.ખાખરેચી, પ્રાણજીવનભાઈ જેરામભાઈ છત્રોલા (૪૯) રહે.સરદારનગર,યુનીક હાઈટ્સ બ્લોક નં.૨૦૨,મોરબી, મણિલાલ ઉર્ફે મિલનભાઈ નાથાભાઈ કાસુન્દ્રા (૩૦) રહે.અણીયારી, પાર્થ જયંતીભાઈ સોરીયા (૨૫) રહે.ગીતાપાન પાછળ નરસંગ સોસાયટી પ્રાયગ અપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧,મોરબી, દુષ્યંતભાઈ ભાવજીભાઈ ઝામરીયા (૩૯) રહે.ઉમીયાનગર સોસાયટી શનાળા રોડ કેનાલ રોડ મોરબી અને મયુર કાંતિલાલ વરસોલા (૩૧) રહે.ભરતનગર- ૨ સ્કાયમોલની સામે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૭,૨૦૦ ની રોકડ કબજે કરી હતી






Latest News