રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા રોડે નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE









મોરબીમાં શનાળા રોડે નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના ખૂણા પાસે નવા બનતા એમ્પાયર મિડ-વે ના પાંચમાં માળે ટાઇલ્સની સફાઈ કરતાં સમયે કોઈ કારણોસર અકસ્માતે પાંચમાં માળેથી નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની તેના પરિવારજન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના જિગનીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીના ખૂણા પાસે નવા બનતા એમ્પાયર મીડ-વે ખાતે રહેતા અને ત્યાં કામ કરતા રાજકુમાર ગબ્બરસિંહ કુસવા (૩૭) નવા બની રહેલા બિલ્ડીંગમાં પાંચમા માળે ટાઇલ્સની સાફ-સફાઈ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડતા તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં સાંઈ રેસીડેન્સી માનવ મંદિર પાસે મૂળચંદ રોડ સુરેન્દ્રનગર ખાતે રહેતા રામાધારા બલરામભાઈ કુસવાહ (૩૨)એ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News