રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી નજીક કોલસાના ડેલામાં જુગાર રમતા આઠ જુગારી ૪.૭૪ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબી નજીક કોલસાના ડેલામાં જુગાર રમતા આઠ જુગારી ૪.૭૪ ની રોકડ સાથે પકડાયા

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કે.કે. કોલ નામના કોલસાના ડેલાનીમાં આવેલ ઓફીમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી હતી જેના આધારે જુગારની રેડ કરતા ત્યાંથી જુગાર રમતા ૮ જુગારી પકડાયા હતા જેથી પોલીસે રોકડા ૪,૭૪,૭૫૦ ના મુદામાલ સાથે આરોપીને પકડીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા અને શકિતસિંહ ઝાલાને હકીકત મળેલ હતી કે, જીતેશભાઇ લક્ષ્મણભાઇ આહિર રહે. નાગડાવા વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા કે.કે. કોલ નામના કોલસાના ડેલાની ઓફીસની બાજુમાં આવેલ રસોડામાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી રહ્યા છે જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જીતેશભાઇ લક્ષ્મણભાઇ આહિર (૩૮), વનરાજસિંહ રણજીતસિંહ ક્ષત્રિય (૩૬), મોરબી, વિજયભાઇ ભીમશીભાઇ અનુ.જાતિ. (૩૨), મૌલીકભાઇ વલમજીભાઇ પટેલ (૩૨), અંકિતભાઇ પરસોતમભાઇ પટેલ (૩૩), હિરેનભાઇ દિનેશભાઇ પટેલ (૨૯), રોહિતભાઇ અમૃતભાઇ ઉર્ફે અમરતભાઇ પટેલ (૩૦) અને નિકુંજભાઇ દેવદાનભાઇ આહિર (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪,૭૪,૭૫૦ કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, કે.એચ. ભોચીયા તથા એ.ડી.જાડેજા અને એલ.સી.બી.તેમજ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે




Latest News