મોરબી તાલુકાનાં મોડપર ગામેથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલ્વેની સુવિધાઓ વધારવા ડીઆરએમને રજૂઆત
SHARE









મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલ્વેની સુવિધાઓ વધારવા ડીઆરએમને રજૂઆત
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી.આર.એમ. સાથે યોજાયેલ જુદાજુદા એસો.ના પ્રતિનિધિની મિટિંગમાં મોરબી જિલ્લાના લોકોની રેલવેની સુવિધાઓમાં વધારો થાય તેના માટેની રજૂઆત કરવામાં આવી છે
વેસ્ટર્ન રેલ્વે રાજકોટના ડી.આર.એમ. અનિલ જૈનના અધ્યક્ષ સ્થાને મોરબી રેલવેના વિવિધ પ્રશ્નો અને વિકાસ માટેની મીટીંગ તાજેતરમાં યોજાઈ હતી આ મિટિંગમાં મોરબીના જુદા જુદા ઉદ્યોગિક એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ દ્વારા જુદી જુદી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોરબી નજરબાગ, વાંકાનેર, માળીયા મીયાણા, હળવદ રેલ્વે સ્ટેશનની આધુનિક બનાવવા, કચ્છ થી મુંબઈ, દિલ્લી અને ચેન્નઈ જતી લાંબી અંતરની ટ્રેનોને વાયા મોરબી થઈ ચલાવવી, રાજકોટ જામનગર પોરબંદરથી લાંબા અંતરની ટ્રેનો વાંકાનેર થઈને ચાલે છે તેમાં વાંકાનેરને સ્ટોપ આપવામાં આવે અને મોરબી વાંકાનેર વચ્ચેની રેલવે ફાટકને પોહળી કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટેની રજૂઆત કરી છે અને મોરબી જિલ્લાના આધુનિક વિકાસને ધ્યાનમાં લઇ રેલવે કન્ટેનર ડીપો આધુનિક અને વિશાળ બનાવવાની માંગ કરેલ છે
