મોરબીમાં જુદાજુદા બે સ્થળેથી દારૂની ૬ બોટલ સાથે બે શખ્સ પકડાયા
મોરબી-ટંકારામાં જુગારની ત્રણ રેડ: ૬ મહિલા સહિત કુલ ૧૪ જુગારી ૪૩,૦૩૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબી-ટંકારામાં જુગારની ત્રણ રેડ: ૬ મહિલા સહિત કુલ ૧૪ જુગારી ૪૩,૦૩૦ ની રોકડ સાથે પકડાયા
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં બે તેમજ ટંકારા તાલુકાનાં ઘુનડા ગામે એક જુગારની રેડ કરવામાં આકવી હતી ત્યારે કુલ મળીને છ મહિલા સહિત ૧૪ જુગારી પકડાયા હતા જેની પાસેથી પોલીસે કુલ મળીને ૪૩૦૩૦ ની રોકડ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે શીતળામાં વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૨ માં રહેતા અમરસીભાઈ બારૈયાના ઘરમાં જુગાર રમતા હોવાની હકીકત બી ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા અમરશીભાઈ વીરજીભાઈ બારૈયા (૭૦), અશોકભાઈ વાલમજીભાઈ બારૈયા (૪૫) રહે. શિવપુર, ભીખાભાઈ રામજીભાઈ દલસાણીયા (૫૦) રહે. ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર અને ભગવાનજીભાઈ મનજીભાઈ કાલરીયા (૫૮) રહે. ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૬૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોરાવાડી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત બી ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ મહિલા મળી આવી હતી જેમાં સોમીબેન ઘોઘાભાઈ વરણીયા (૬૫), બબીબેન જયંતીભાઈ મકવાણા (૬૦), શારદાબેન જેસીંગભાઇ પાટડીયા (૩૫), ગૌરીબેન ભલાભાઇ બાબરીયા (૫૫), જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા (૩૪) અને રીટાબેન અશોકભાઈ માનેવાડીયા (૨૬) રહે. બધા ત્રાજપર વિસ્તાર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૨૩૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ટંકારા તાલુકાના ધૂનડા ગામે રહેતા અરજણભાઈ અજાણાના ઘરની આગળના ભાગમાં ખુલ્લી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સતિષભાઈ હમીરભાઇ અજાણા (૨૦), પીંટુભાઈ ઉર્ફે દેવરાજભાઈ અરજણભાઈ અજાણા (૨૬), રવિભાઈ લખમણભાઇ સિંધાડીયા (૩૨), સુરેશભાઈ દેવશીભાઈ ચૌહાણ (૫૦) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જેથી તેની પાસેથી પોલીસે ૧૨૨૦૦ ની રોકડ કબજે કરેલ હતી અને પોલીસે જ્યારે જુગારની રેડ કરી ત્યારે ત્યાંથી જુગાર રમતા કિરણભાઈ જગદીશભાઈ જાદવ નાસી ગયા હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે