રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત


SHARE









મોરબીના નવલખી રોડે વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત

મોરબી તાલુકાના હજનારી ગામે રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સુતરીયા (ઉમર ૪૦) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપરથી પીપળીયા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે નવલખી રોડે રોકડીયા હનુમાન મંદિર અને બાગબાન ફાર્મ વચ્ચે રસ્તા ઉપર તેનું બાઇક રોડ ઉપર પડેલ બંધ ટ્રક સાથે અથડાયુ હતું.જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાજેશભાઈ સુતરીયાને ઇજાઓ થવાથી તેને શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં ટુંકી સારવાર દરમિયાન રાજેશ સુતરીયા નામના યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.બાદમાં મૃતકના ભાઈએ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી અને બેદરકારીપૂર્વક પોતાનો બંધ પડેલ ટ્રક કોઈપણ જાતની આડસ મુક્યા વિના કે લાઇટિંગ રાખ્યા વિના રોડ ઉપર મુકેલો હોવાના લીધે આ અકસ્માત બન્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાળક સારવારમાં

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સેપલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં બાબુભાઈ ભુરીયાનો દસ વર્ષનો દીકરો ક્રિષ્ના કારખાનાની બહારના ભાગમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ક્રિષ્ના ભુરીયાને ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી જેની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

ટંકારાના નસીતપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં સવિતાબેન અર્જુનભાઈ નામની ૨૬ વર્ષની મહિલાએ વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.જ્યારે માળીયા મીંયાણાના મોટા દહિંસરા ગામે રહેતા વિશુભા કરણુભા જાડેજા નામના ૬૩ વર્ષના વૃદ્ધને તેમના પુત્ર દ્વારા માર મારવામાં આવતા ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આ બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરી હતી.




Latest News