તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી બે રેડ: ૮ જુગારી પકડાયા, એક નાશી ગયો


SHARE









વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી બે રેડ: ૮ જુગારી પકડાયા, એક નાશી ગયો

વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાંથી અને ધિયાવળ ગામે જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ૮ જુગારી પકડાયા હતા અને એક જુગારી ભાગી ગયો હતો જેથી કરીને પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાંથી જડેશ્વરથી ટોળ તરફ જવાના કાચા રસ્તા ઉપર કેનાલથી આગળના ભાગમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાઘવજીભાઈ ઉર્ફે રઘુભાઈ અજાભાઈ દેસાઈ (૬૨) રહે સજનપર, કાંતિલાલ બેચરભાઈ ભૂત (૫૧) રહે સજનપર, શાંતિલાલ દેવશીભાઈ ફેફર (૬૨) રહે. રવાપર ગામ નીતિન પાર્ક મોરબી, દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા કનકસિંહ જાડેજા (૪૦) રહે. સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જોકે, પોલીસને જોઈને કમલેશભાઈ રણછોડભાઈ કોબીયા રહે. કોઠારીયા વાળો નાસી ગયો હતો જેથી તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે ૭૫,૨૦૦ ની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર જુગાર

વાંકાનેર તાલુકાના ધિયાવળ ગામના ઝાપા પાસે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા બળદેવસિંહ ઉર્ફે મુન્નાભાઈ વિક્રમસિંહ ઝાલા (૪૭), નરપતસિંહ લાલુભા ઝાલા (૬૦), મોયુદ્દીનભાઈ જીવાભાઇ કડીવાર (૪૪) અને ગગજીભાઈ હરખજીભાઈ મકવાણા (૨૩) રહે. બધા ધિયાવળ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૬૭૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News