મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે કારખાનામાં પરણીતા-યુવાને અંતિમ પગલાં ભર્યા


SHARE







વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે કારખાનામાં પરણીતા-યુવાને અંતિમ પગલાં ભર્યા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા સીરામીક કારખાનામાં ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના રહેવાસી રૂપાલીબેન કૃષ્ણભાઈ બિસ્કે (૧૯)એ પોતે લેબર ક્વાર્ટરમાં હતી ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે નરેશભાઈ પટેલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેણે કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.પી. સોનારા ચલાવી રહ્યા છે

આવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્ટ્રો વિટ્રીફાઈડ કારખાનામાં રહેતા મૂળ બિહારના રહેવાસી અંકુશકુમાર ક્રિષ્ના ઠાકૂર જાતે બ્રાહ્મણ (૨૨) નામના યુવાને પોતે કારખાનાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ પણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News