મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગ દરમ્યાન ૧૦૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગ દરમ્યાન ૧૦૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપીની શોધખોળ

વાંકાનેર બાઉન્ડ્રી અને ટોલનાકા નજીક સ્થાનિક પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ગાડીનો ચાલક ગાડીને છોડીને નાશી ગયો હતો જેથી ગાડીને ચેક કરતાં ગાડીમાંથી ૧૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૪૩,૨૦૦ નો દારૂ અને વર્ના કાર મળીને કુલ ૪,૪૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.પી. સોનારા તથા તેની ટીમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર નં. જીજે ૧૧ એસ ૮૧૮૮ ના ચાલકે પોલીસને જોઈ જતાં તેની ગાડીને છોડીને તે નાશી ગયો હતો જેથી કરીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૩,૨૦૦ નો દારૂ અને ચાર લાખની કાર આમ કુલ મળીને ૪,૪૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર મૂકીને નાશી ગયેલ અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News