વાંકાનેરના ભલગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આદિવાસી યુવાનનું મોત
હળવદના ભવાનીનગર-વાંકાનેરના ધમલપર-૨માં જુગારની રેડ: ૭ જુગારી પકડાયા
SHARE









હળવદના ભવાનીનગર-વાંકાનેરના ધમલપર-૨માં જુગારની રેડ: ૭ જુગારી પકડાયા
હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરો પાસે હુસેની ચોક અને વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામદેવપીરના મંદિર પાસે સ્થાનિક પોલીસે જુગારી બે જુદીજુદી રેડ કરી હતી ત્યારે ત્યાથી ૭ શખ્સો ૧૯૬૧૦ ની રોકડ સાથે પકડાયા હતા જેથી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી
હળવદ જુગાર
હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરો પાસે હુસેની ચોક નજીક લાલુભા દરબારના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લાલુભા દિપુભા દરબાર, સવચંદ ચરણદાસ તરખાણ, હસમુખભાઈ ચંદુભાઈ પરમાર અને સાકીરભાઈ મહેરાદશાહ દિવાન જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૬૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર જુગાર
વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યા રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ વાલજીભાઇ જીંજરીયા, જગદીશભાઈ રૂપાભાઇ વિરસોડીયા અને અજયભાઈ રમેશભાઈ માંસુરિયા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૧૩,૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
