લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટનું વિતરણ
વાંકાનેરના ભલગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આદિવાસી યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ભલગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આદિવાસી યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના ભલગામ પાસે બાઇક લઇને પસાર થતાં યુવાનને સામેથી રોંગ સાઈડમાં આવેલા ટ્રકચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં છાતી અને હાથે-પગે ઇજાઓ થતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ હાલમાં મોરબી તાલુકાના બિલિયા ગામે રહેતા અને ખેતરોમાં મજૂરી કામ કરતાં મનુભાઈ છગનભાઈ ગણાવા જાતે આદિવાસી (૪૫)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૭ યુયુ૬૮૬૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાનો ભાઇ દિનેશ છગનભાઈ ગણાવા પોતાની બાઇક નંબર જીજે ૩૪ સી ૮૩૭૭ લઈને ભલગામ પાસે આવેલ રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે પોતાની ટ્રકના હડફેટે તેઓના ભાઈના બાઇકને લીધું હતું જેથી કરીને તેના નાના દિનેશભાઈને માથા, છાતી અને હાથે-પગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તકલીફ કરી છે
અકસ્માત
મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામ પાસે આવેલ સીયાન સિરામિકના કેમ્પસમાં ફરિયાદી ચેતનભાઇ ભીમજીભાઇ ગોઢવીયા જાતે પટેલ (ઉંમર ૨૮) રહે, આલાપ રોડ પટેલ નગર કુશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨ વાળાનુ એકટીવા નંબર જીજે ૩૬ એએ ૪૬૦૬ પાર્ક કરીને મૂક્યું હતું જેના ઉપર ડમ્પર નંબર જીજે ૫ બીએકસ ૫૮૧૪ ના ડ્રાઈવર ગોરધનભાઈ કલ્યાણસિંહ બારેલા (૨૪) રહે હાલ ઉચીમાંડલ દરગાહની બાજુવાળા પોતાનું ડમ્પર રિવર્સમાં લેતા એક્ટીવા ઉપર ચડાવી દીધુ હતુ જેથી કરીને એકટીવાનો ભુક્કો બોલી ગયો હતો અને હાલમાં ચેતનભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પરના ચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે