માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની પાંચ રેડ: ૧૮ બોટલ દારૂ સાથે ૬ પકડાય, ત્રણની શોધખોળ


SHARE

















મોરબી શહેર-તાલુકામાં દારૂની પાંચ રેડ: ૧૮ બોટલ દારૂ સાથે ૬ પકડાય, ત્રણની શોધખોળ

મોરબી શહેર અને તાલુકાના જુદાજુદા વિસ્તારમાં દારૂની કુલ મળીને પાંચ રેડ કરવામાં આવી હતી જેમાં ૧૮ બોટલ દારૂ સાથે છ શખ્સોની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરીને દારૂની બોટલોનેકબજે કરવામાં આવી છે અને જોન્સનગરમાં રહેતા ત્રણ શ્ખ્સોના નામ સામે આવ્યા હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં લાતી પ્લટો પાસે આવે જોન્સનગરમાં તળાવના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે સાહીલ અસગરભાઇ જેડા જાતે મિયાણા (ઉંમર વર્ષ ૨૦) રહેજોન્સનગર શેરી નંબર-૧૧ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો તેની પાસે ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે તો મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારની પાસે આવેલ ગેસના ગોડાઉન પાસેથી બાઇક લઇને પસાર થતાં એક શખ્સને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી ત્રણ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૪૭૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બાઇક નં જીજે ૩૬ પી ૪૧૭૯ કબજે કરેલ છે અને ૨૧૪૭૦ ના મુદ્દામાલ સાથે મહમ્મદભાઈ હાજીભાઈ મુસાણી જાતે મિયાણા (૩૭) રહે મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અસ્લમ હાજીભાઇ ખોડશાહરૂખ હાજીભાઇ ખોડરીયાઝ અને એઝાઝ રહે બધા જ જોન્સનગર વાળાના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે થઈને પોલીસે હાલમાં જ શરૂ કરેલ છે

તો મોરબીના પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક પાસેથી પસાર થતી આઇ ૧૦ કાર નંબર જીજે ૩૬ એફ ૬૨૩૧ને રોકીને તલાસી લેતા તે કારમાં ડ્રાઈવરની સીટ નીચેથી દારૂની બોટલ મળી આવી હતી માટે પોલીસે ૩૭૪ રૂપિયાની કિંમતનો દારૂ અને દોઢ લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૧૫૦૩૭૫ ના મુદ્દામાલ સાથે હાલમાં ભાવેશભાઈ કેશવજીભાઇ સાવલિયા જાતે પટેલ (૩૩)  રહે ઉમા ટાઉનશીપ ક્રાંતિજ્યોત-ઇ ફલેટ નં-૨૦૫ અને નિશાંત મનસુખભાઈ ભેંસદડીયા જાતે પટેલ (૨૯) રહે મહાવીરનગર મેન રોડ સામાકાંઠે મોરબી વાળાની ધરપકડ કરેલ છે તો મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આયુષ હોસ્પિટલ પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે યાકુબ સલેમાનભાઈ કઇડા જાતે સંધિ (૨૮) રહે પંચાસર રોડ ન્યુ જનક સોસાયટી મૂળ બોડકી ગામ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી આવી જ રીતે મોરબીમાં આવેલા લાતી પ્લટો શેરી નંબર -૬ માં ડિલક્સ પાન પાસેની ગલીમાંથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૫૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ઇમ્તિયાઝ ઉર્ફે જેમ્બો આદમભાઈ ચાનીયા જાતે સંધી (ઉંમર ૩૪) રહે કાલીકા પ્લોટ શેરી નંબર ૧ વાળની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સ્ટેનફોર્ડ સિરામિક કારખાનાની બાજુમાં ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ત્યા રેડ કરવામાં આવી હતી ત્યારે ઓરડીમાં થી ૪૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે નવ હજાર રૂપિયાની કિંમતનો દારૃ સાથે ગજુબેન ઉર્ફે ગજુડી નારૂભાઈ વાઘેલા દેવીપુજક (૪૦) રહે સરતાનપર રોડ સ્ટેનફોર્ડ સિરામિક પાસે ઓરડી વાળી ની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂનો જથ્થો વિપુલ સારલા જાતે કોળી રહે નળખંભા તાલુકો થાન વાળા પાસેથી આવ્યો હોવાની માહિતી મળી હોય હાલમાં તેને પકડવા માટે તેને પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં ખેંગારભાઈ ભવનભાઈ રાજપુતની વાડીની પાસે નદીના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે વપરાતો ૧૨૫૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૨૫૦૦ રૂપિયાની કિંમતના આથાને પોલીસે કબજે કર્યો હતો અને આ દારૂનો આથો રમેશભાઈ ગોરધનભાઇ ચરમારી રહેસુંદરગઢ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News