મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE

















મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી ત્રણ ઇસમોની ટોળકીને ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૧ બાચકા સાથે પકડાઈ છે જેથી પોલીસે તેની પાસેથી હાલમાં ચોરી કરેલ માલ અને બાઇક મળીને ૮૦ હજારનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે ભડિયાદ પાસેથી સી.ડી. ડીલક્ષ બાઇક નં. જીજે ૩ આરએસ ૧૭૫૮ લઈને નીકળતા તેની પાસે પેબલ (પથ્થર) ના ચોરી કરેલા ચાર બાચકા મળી આવ્યા હતા જેથી તેની સઘન પુછપરછ કરતા તેઓએ રફાળેશ્વર ક્રાઉન સિરામીકમાંથી પેબલની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું અને અગાઉ ૨૭ બાચકા ચોરી કરીને ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા વાળા ભાડેથી રાખેલ મકાનમાં રહે છે ત્યાં રાખ્યા હતા જેથી કરીને પોલીસે ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ ( પથ્થર ) ના કુલ મળીને ૩૧ બાચકા જેની કિંમત ૬૦૦૦૦ અને ૨૦૦૦૦ નું બાઇક મળીને ૮૦૦૦૦ ના મુદામાલ સાથે ચેતનભાઇ અગરસંગભાઇ કોઠારીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. ક્રાઉન સિરામીકરફાળેશ્વર રોડ મુળ રહે. જુની મોરવાડ, મહેશભાઇ વિનુભાઇ તાવીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુરચર માતાજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે. રામપરા અને ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુચર માતાજીના મંદિર પાછળમોરબી મુળ જનડા કટેવારીયાવિંછીયા વાળાને પકડીને પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી




Latest News