મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે એલીટ સ્કૂલ જિલ્લા યુવા ભાજપ દ્વારા “નમો રાસ” યોજાયો


SHARE









ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે એલીટ સ્કૂલ જિલ્લા યુવા ભાજપ દ્વારા “નમો રાસ” યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે એલીટ સ્કૂલમાં ગઇકાલે “નમો રાસ”નું આયોજન મોરબી જિલ્લા યુવા ભાજપની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું કેમ કે, હાલમાં મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના શાસનકાળને વીસ વર્ષ પુરા થયા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે થોડા દિવસો પહેલાં મોરબીમાં “નમો ડાયરો” યોજાયો હતો અને ગઇકાલે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા અને તેની ટીમ દ્વારા “નમો રાસ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તાલુકાના આંદરણા, જોધપર અને ખાનપર ગામની જુદી-જુદી રાસ મંડળીઓના યુવાનો દ્વારા રાસની અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન ભીમાણી અને મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર સહિતની જિલ્લા, તાલુકા અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને ભાજપ પરિવારની ટીમ હાજર હતી અને નમો રાસને માણ્યો હતો




Latest News