મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બાગાયતી ખેડૂતોને હાઇબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે સહાય અપાશે  


SHARE









મોરબી જિલ્લાના બાગાયતી ખેડૂતોને હાઇબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે સહાય અપાશે  

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની ખરીદી માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે થતાં ખેતી ખર્ચ (યુનિટ કોસ્ટ) ૫૦,૦૦૦ પ્રતિ હેકટર ને ધ્યાને લઇ ૪૦% અથવા મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર અને મહત્તમ ખાતાદીઠ બે હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૬૬ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.




Latest News