મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પોલીસ પુત્રનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પોલીસ પુત્રનો નિર્દોષ છુટકારો

મોરબીની કોર્ટમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી પોલીસ પુત્રને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે તેમજ તેની પાસેથી કબજે કરવામાં આવેલ રોકડા રૂપિયા એક લાખ પણ પાછા આપવા આદેશ કરેલ છે

મોરબીનાં પ્રખ્યાત સીમેન્ટના વેપારીને ફોનથી નવી સાઈટમાં સીમેન્ટનો માલ મંગાવવા ફોન ઉપર મનીષભાઈ હોવાનુ કહીને કહયું હતું કે, આઈકોન વાળા દીપકભાઈએ તમારો નંબર આપેલ છે. જેને આધારે એક ગાડી સીમેન્ટ મોકલી આપવાની છે જેથી સીમેન્ટના વેપારીએ બે ગાડી સીમેન્ટ સાંધી સીમેન્ટ પાસે મંગાવેલ હતી અને ૬૦૦ સીમેન્ટની થેલી તે જ દીવસે મોકલેલ હતી અને ૬૬૦ સીમેન્ટની થેલી બીજા દીવસે મોકલાવેલ હતી જેની કુલ રકમ ૩,૯૦,૬૦૦ નો માલ આપ્યો હતો જે રકમ નહી મળતા જે સાઈટ ઉપર માલ મોકલેલ ત્યાં જઈ જોતા કોઈ સાઈટનું કામ જ ચાલતુ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોતાની સાથે ખોટી ઓળખ આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત થયાનું માલુમ પડયુ હતી જેથી મોરબી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મોરબીના ગૌરવ હીરાભાઈ કાનગડની ધડપકડ કરી સીમેન્ટ અને રોકડ રકમ ૧,૦૦,૦૦૦ કબજે કરેલ હતા જેનું ચાર્જશીટ થતા આ કેસ મોરબી કોર્ટનાં એડી.ચીફ જડી.મેજી. જે.વી.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટ રાજેશ બી.ચાવડાની દલીલોને ઘ્યાને લઈ આ કામના આરોપી ગૌરવ હીરાભાઈ કાનગડને નીર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ આરોપી પાસેથી પોલીસે તપાસના કામે કબજે કરેલ રોકડ એક લાખ આરોપીને પરત કરવાનો પણ કોર્ટ હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે રાજકોટના એડ્વોકેટ રાજેશ બી. ચાવડા તથા મોરબીના એડ્વોકેટ વિવેક કે. વરસડા રોકાયેલ હતા






Latest News