મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા


SHARE









માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા

રાજકોટના નાના મોવા રોડ ઉપર આવેલ સાંકેત પાર્કમાં રહેતા આધેડ પોતાના પત્ની અને સાળીને કારમાં બેસાડીને મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર માળિયા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેના ભાગેથી આવી રહેલ ડમ્પર ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવી ગયું હતું અને ફરિયાદીની કાર સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડ તથા તેના પત્ની અને સાળીને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

રાજકોટના નાના મોવા રોડ ઉપર આવેલ સાંકેત પાર્ક-2 શેરી નં-2 માં રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ વેકરીયા (56)એ ડમ્પર નંબર જીજે 12 બીવી 5671 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે. મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ત્રણ રસ્તા પાસે ઓવરબ્રિજનો ઢાળ ચડતા ફરિયાદી પોતાની કાર નંબર જીજે 3 એમપી 2966 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેના રોડ ઉપરથી આરોપી પોતાના હવાલા વાળું ડમ્પર લઈને આવી રહ્યો હતો દરમિયાન ડિવાઈડર કૂદીને આરોપીનું ડમ્પર ફરિયાદીની કાર સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે તેના પત્ની રીટાબેનને છાતીની પાંસળી તથા કરોડરજ્જુમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે અને તેના સાળીને ડાબા પગના પંજામાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

દ્વારકાના રહેવાસી રામસેવક (50) નામના આધેડને દુધઈ ગામ નજીક થયેલા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક ડિવાઇડર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાયમલભાઈ (30) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News